છબીઓ

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ
અને તુ મારી જ છે
બસ….. આ વાત કોઈને કહેતી નહી.

હું તારી આંખો માં વસ્યો
અને તુ મારી ધડકનમાં
તારી જ નજરે હું દુનિયા જોઉં
અને તુ મારા જ શ્વાસે શ્વસે
આ પળે મારાથી દુર રહેતી નહી
બસ…….. આ વાત કોઈને કહેતી નહી.

આપણે બંને યુગલ હસી લઈશું
થોડુક રડીશું ,થોડુક ગાઈ લેશું
વગર કારણે રિસાય જઈશું
એક સ્મિતથી પાછા માની જઈશું
અંતરમાં ઉમડતા ભાવોને રોકતી નહી
બસ……. આ વાત કોઈને કહેતી નહી.

શું કહ્યું તે? તુ કહી દેશે
તો પછી તું જ પસ્તાશે
પાગલ આ દુનિયા માં
બધા વગર કારણે સતાવશે
વગર જોઈતું આ દુઃખ સહેતી નહી
બસ……આ વાત કોઈને કહેતી નહી.
-દીપ માંગુકીયા (29-10-2013)

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,
એક વાત છે જે બહાર આવી નથી શકતી.

અભિમાન વિશ્વાસથી વધારે તો હોય ના શકે,
નજર ખ્યાલોથી આગળ જઈ નથી શકતી.

દિલ ની વાત તો “દીપ” દિલ જ જાણે છે,
તેમની સમજમાં એ વાત આવી નથી શકતી.

પ્રેમની ભાષા કોઈ શબ્દોની મોહતાજ નથી,
મારી ભાષા મારી હાલત સમજાવી નથી શકતી.

એક એવો દાવાનળ ફાટી નીકળ્યો છે દિલમાં,
કે સુનામી પણ તેને બુઝાવી નથી શકતી….

-દીપ માંગુકીયા (25-10-2013)

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં
પ્રેમ તમારો વસાવવાનું વચન આપો.
રંગ જેટલા તમારા પ્રેમ ના છે આ બધા
મારા દિલમાં સજાવવાનું વચન આપો.

છે મને તમારી વફાદારી પર વિશ્વાસ
તો પણ દિલ મારું એ ઈચ્છે છે કે,
એમ જ મારી તસલ્લી ને ખાતર
મને તમારાજ બનાવવાનું વચન આપો

ફક્ત શબ્દોથી જ પ્રેમ થતો નથી “દીપ”
સ્નેહભરી લાગણીઓની પણ જરૂર હોય છે
હું તમને યાદ રાખવાના સમ ખાવ છું
તમે મને ના ભૂલવાનું વચન આપો…..

-દીપ માંગુકીયા (૨૧-૧૦-૨૦૧૩)

નવરાત્રી

નવરાત્રી

ગરબા ની રીતે તું ગરબા ને ગા

આ કોઇ રેપ નથી , સાલસા ના સ્ટેપ નથી
લોહી ની લાલી છે , મેકઅપ નો લેપ નથી
આવડતું ના હોય તો શીખી લે જા…
ગરબા ની રીતે તું ગરબા ને ગા

ડી.જે. નું બેન્ડ છે , સાથે ગર્લફ્રેન્ડ છે
બોલીવુડ ટ્યુન્સ પર ફરવા નો ટ્રેન્ડ છે
રમવા ને ક્યાં થી આવે જગદંબે માં
ગરબા ની રીતે તું ગરબા ને ગા

તારો તહેવાર છે , તારા સંસ્કાર છે
તારી સંસ્ક્રૂતિ ને તારો આધાર છે
દસ દિવસ માટે તો ગુજરાતી થા
ગરબા ની રીતે તું ગરબા ને ગા

મસમોટા ગ્રાઉન્ડ માં , કાનતોડ સાઉન્ડ માં
અસ્તવ્યસ્ત નાચે સૌ , કોઇ નથી રાઉન્ડ માં
હાલ થયાં ગરબા નાં સરવાળે આ
ગરબા ની રીતે તું ગરબા ને ગા…

– શ્યામલ મુન્શી

કભી યુ ભી તો હો……

કભી યુ ભી તો હો......

કભી યુ ભી તો હો
દરિયે કા સાહિલ હો
પૂરે ચાંદ કી રાત હો
ઔર તુમ આઓ

કભી યુ ભી તો હો
પરીયો કી કોઈ મહેફિલ હો
કોઈ તુમ્હારી બાત હો
ઔર તુમ આઓ

કભી યુ ભી તો હો
એ નર્મ મુલાયમ ઠંડી હવાયે
જબ ઘર સે તુમ્હારે ગુજરે
તુમ્હારી ખુશ્બુ ચુરાયે
મેરે ઘર લે આયે

કભી યુ ભી તો હો
સુની હર મંઝીલ હો
કોઈ ના મેરે સાથ હો
ઔર તુમ આઓ

કભી યુ ભી તો હો
એ બાદલ એસા તૂટ કે બરસે
મેરે દિલ કી તરહ મિલને કો
તુમ્હારા દિલ ભી તરસે
તુમ ઘર સે નીકલો

કભી યુ ભી તો હો
તન્હાઈ હો, દિલ હો
બુંદે હો,બરસાત હો
ઔર તુમ આઓ
કભી યુ ભી તો હો……

-અજ્ઞાત