મારી રચના

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ
અને તુ મારી જ છે
બસ….. આ વાત કોઈને કહેતી નહી.

હું તારી આંખો માં વસ્યો
અને તુ મારી ધડકનમાં
તારી જ નજરે હું દુનિયા જોઉં
અને તુ મારા જ શ્વાસે શ્વસે
આ પળે મારાથી દુર રહેતી નહી
બસ…….. આ વાત કોઈને કહેતી નહી.

આપણે બંને યુગલ હસી લઈશું
થોડુક રડીશું ,થોડુક ગાઈ લેશું
વગર કારણે રિસાય જઈશું
એક સ્મિતથી પાછા માની જઈશું
અંતરમાં ઉમડતા ભાવોને રોકતી નહી
બસ……. આ વાત કોઈને કહેતી નહી.

શું કહ્યું તે? તુ કહી દેશે
તો પછી તું જ પસ્તાશે
પાગલ આ દુનિયા માં
બધા વગર કારણે સતાવશે
વગર જોઈતું આ દુઃખ સહેતી નહી
બસ……આ વાત કોઈને કહેતી નહી.
-દીપ માંગુકીયા (29-10-2013)

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,
એક વાત છે જે બહાર આવી નથી શકતી.

અભિમાન વિશ્વાસથી વધારે તો હોય ના શકે,
નજર ખ્યાલોથી આગળ જઈ નથી શકતી.

દિલ ની વાત તો “દીપ” દિલ જ જાણે છે,
તેમની સમજમાં એ વાત આવી નથી શકતી.

પ્રેમની ભાષા કોઈ શબ્દોની મોહતાજ નથી,
મારી ભાષા મારી હાલત સમજાવી નથી શકતી.

એક એવો દાવાનળ ફાટી નીકળ્યો છે દિલમાં,
કે સુનામી પણ તેને બુઝાવી નથી શકતી….

-દીપ માંગુકીયા (25-10-2013)

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં
પ્રેમ તમારો વસાવવાનું વચન આપો.
રંગ જેટલા તમારા પ્રેમ ના છે આ બધા
મારા દિલમાં સજાવવાનું વચન આપો.

છે મને તમારી વફાદારી પર વિશ્વાસ
તો પણ દિલ મારું એ ઈચ્છે છે કે,
એમ જ મારી તસલ્લી ને ખાતર
મને તમારાજ બનાવવાનું વચન આપો

ફક્ત શબ્દોથી જ પ્રેમ થતો નથી “દીપ”
સ્નેહભરી લાગણીઓની પણ જરૂર હોય છે
હું તમને યાદ રાખવાના સમ ખાવ છું
તમે મને ના ભૂલવાનું વચન આપો…..

-દીપ માંગુકીયા (૨૧-૧૦-૨૦૧૩)

Image

મે જયારે તને જોય હતી આ એજ જગ્યા છે,
અને હું તારા પ્રેમ માં પડ્યો આ એજ જગ્યા છે,
કર્યો હતો પ્રેમનો એકરાર આ એજ જગ્યા છે,
કરી હતી જિંદગી તારે નામ આ એજ જગ્યા છે,
શરૂઆત માં થોડાક પલ અને પછી દિનરાત
બસ તારા જ હતા વિચાર આ એજ જગ્યા છે,
“દીપક” નામનો સંભળાતો એ મધુર સાદ,
દિલ ના ઝણઝણી ઉઠતા તાર આ એજ જગ્યા છે
જયારે પણ ઉદાસ થય જાવ છું જીવન માં,
મારા હોઠ પર સ્મિત લાવી દેતી આ એજ જગ્યા છે…….

-દીપ માંગુકીયા

દોસ્તી

Image

શું ખબર તમને કે દોસ્તી શું છે……..

સુખ-દુઃખ માં અપાતો સાથ છે દોસ્તી,
ખાવા માં પડાવતો ભાગ છે દોસ્તી,
મુશ્કેલી માં મદદ કરતો હાથ છે દોસ્તી,
ઉદાસી માં પણ હસાવે છે દોસ્તી,
કૃષ્ણ ને પણ વહાલી છે આ દોસ્તી,

(અમારા માટે)

આલુપુરી ની છેલ્લી ડીશ માં થતી ઝપાઝપી અને બીલ ચુકવવામાં ભાગી જતી અમારી દોસ્તી,
દુકાન નું બીલ ચૂકવીને વધેલા ચિલ્લર પાછુ ના આવવા દે અમારી દોસ્તી,
પરંતુ સુરજ ઉગતા અને ઢળતી સાંજે, કર્મનાથ મંદિરના બાંકડા પર બેસતી વખતે ,
એ શાંતિભર્યા વાતાવરણ માં પળ પળ યાદ આવતી અમારી દોસ્તી…….
બસ આ જ છે દોસ્તી………

– દીપ માંગુકીયા

Image

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !

બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !

યસ, આ ગુજરાત છે!
અહીં ગરબા-રાસ છે

વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !

દોસ્ત, આ ગુજરાત છે !