બની શકે તો પાછો…

બની શકે તો પાછો એ સમય આપી દે મને ઓ ખુદા,
ફરી જીવવી છે એ પળ જયારે ‘એ’ મારી બાહોમાં હતી….

===>દીપ<===

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ

હું છું બસ તારો જ
અને તુ મારી જ છે
બસ….. આ વાત કોઈને કહેતી નહી.

હું તારી આંખો માં વસ્યો
અને તુ મારી ધડકનમાં
તારી જ નજરે હું દુનિયા જોઉં
અને તુ મારા જ શ્વાસે શ્વસે
આ પળે મારાથી દુર રહેતી નહી
બસ…….. આ વાત કોઈને કહેતી નહી.

આપણે બંને યુગલ હસી લઈશું
થોડુક રડીશું ,થોડુક ગાઈ લેશું
વગર કારણે રિસાય જઈશું
એક સ્મિતથી પાછા માની જઈશું
અંતરમાં ઉમડતા ભાવોને રોકતી નહી
બસ……. આ વાત કોઈને કહેતી નહી.

શું કહ્યું તે? તુ કહી દેશે
તો પછી તું જ પસ્તાશે
પાગલ આ દુનિયા માં
બધા વગર કારણે સતાવશે
વગર જોઈતું આ દુઃખ સહેતી નહી
બસ……આ વાત કોઈને કહેતી નહી.
-દીપ માંગુકીયા (29-10-2013)

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,

હોઠ પર આવીને પાછી દિલમાં સમાય જાય છે,
એક વાત છે જે બહાર આવી નથી શકતી.

અભિમાન વિશ્વાસથી વધારે તો હોય ના શકે,
નજર ખ્યાલોથી આગળ જઈ નથી શકતી.

દિલ ની વાત તો “દીપ” દિલ જ જાણે છે,
તેમની સમજમાં એ વાત આવી નથી શકતી.

પ્રેમની ભાષા કોઈ શબ્દોની મોહતાજ નથી,
મારી ભાષા મારી હાલત સમજાવી નથી શકતી.

એક એવો દાવાનળ ફાટી નીકળ્યો છે દિલમાં,
કે સુનામી પણ તેને બુઝાવી નથી શકતી….

-દીપ માંગુકીયા (25-10-2013)

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં

ખુશ્બુ ની જેમ મારા હરેક શ્વાસમાં
પ્રેમ તમારો વસાવવાનું વચન આપો.
રંગ જેટલા તમારા પ્રેમ ના છે આ બધા
મારા દિલમાં સજાવવાનું વચન આપો.

છે મને તમારી વફાદારી પર વિશ્વાસ
તો પણ દિલ મારું એ ઈચ્છે છે કે,
એમ જ મારી તસલ્લી ને ખાતર
મને તમારાજ બનાવવાનું વચન આપો

ફક્ત શબ્દોથી જ પ્રેમ થતો નથી “દીપ”
સ્નેહભરી લાગણીઓની પણ જરૂર હોય છે
હું તમને યાદ રાખવાના સમ ખાવ છું
તમે મને ના ભૂલવાનું વચન આપો…..

-દીપ માંગુકીયા (૨૧-૧૦-૨૦૧૩)

નવરાત્રી માં એક સરસ મજાનું લોકગીત….

હુ તને E-Maiલિયા Sendy Sendy થાકી
હે કાનુડા તારા Mind માં નથી

આવા Winteરીયા ના Four Four Monthલા આયા
હે મારા Heartલડા Frizzy Frizzy જાય રે
Thinડીયા તારા conscienceમા નથી…હુ તો E-Maiલિયા

આવા Someરીયા ના Four Four Monthલા આયા
મારા Legલીયા Burny Burny જાય રે
Turbanyયાળા તારા Mindમા નથી..હુ તો E-Maiલિયા

એવા Monsuનિયા ના Four Four Monthલા આયા
મારી Scarfલડી Wetઈ Wetઈ જાય રે
Hill-Holdeરીયાના conscienceમા નથી..હુ તો E-Maiલિયા
-Himmat chhayani patel

ન ધાર્યું હોય એવા પણ ઘણાં પરિણામ આવ્યા છે

ન ધાર્યું હોય એવા પણ ઘણાં પરિણામ આવ્યા છે
જુનાં કિસ્સા નવેસરથી હવે, સરેઆમ આવ્યા છે !!

ખરૂં જો પૂછતા હો તો હૃદય પર ભાર છે એકજ
સ્વજન કરતા વધારે તો અજાણ્યા કામ આવ્યા છે !!

મળી નહિં તૃપ્તિ એમાં એમનો પણ હાથ છે દોસ્તો..
અમારા ભાગ્યમાં અડધા જ કાયમ જામ આવ્યા છે !!

ઉજવણું થઇ શકે એવો ન પામ્યા એકપણ અવસર
પ્રણયનાં માર્ગમાં અવસાદ પણ બેફામ આવ્યા છે !!

અધૂરી રહી ગયેલી કૈંક ઈચ્છા આંસુઓ થઇ ગઇ
અને એ આંસુ પર, ખારાશનાં ઈલ્ઝામ આવ્યા છે !!

મુકદર તો જુઓ આ જિંદગી જેવી સફરનું કે
એના હિસ્સામાં રસ્તાઓ બધા સુમસામ આવ્યા છે !!

હતાં હૈયે છતાં હોઠે ન આવ્યા જિંદગી આખી
પ્રસંગોપાત આજે યાદ અંગત નામ આવ્યા છે !!
~બેફામ